ડિયર કૌશિક,
એક મિનિટ, આ પત્ર પૂરું વાંચ્યાવિના મૂકી ના દઈશ. અને હા, તું જ્યાં સુધી આ કાગળ વાંચવામાં આગળ વધે એ પહેલાં તારા બંને ફોનને બંધ કરી દે. પ્લીઝ, પ્લીઝ આઇ રિકવેસ્ટયુ, રાધર આઇ ઇનસિસ્ટયુ. જો તે એમ કર્યું હોય તો થેન્ક્યું સો મચ માય ડાર્લિંગ તારા ગાલ પર મસ્ત કિસી…મારા તરફથી…
ઑકે, ચલ આ કાગળ હું તને તે ગઈ કાલે કરેલી વાત, આમ તો વાત ન કહેવાય ઇમ્પલસિવડીસિઝન કહેવાય કદાચ…કદાચ નહિ… પણ… જે હોય તે પણ કાલની ઘટનાનાસંદર્ભે લખું છું. કૌશિક, પ્લીઝ કોઈ વિચારોનાઘોડા ના દોડાવતો… કોઈ ડર કે શંકા પણ નહિ…બસ સ્વસ્થ રીતે આ કાગળ પૂરું વાંચજે. તને ખબર છે કૌશિક, આપણું બાળપણ એ આપણી લાઇફ ની મજબૂતી, એનું પરફેક્શન નક્કી કરી દેતું હોય છે. જેમ કલાકારનાબ્રશનો પહેલો સ્ટ્રોક એના ચિત્રનું પરિણામ.
લેટ મી ટેલયુ વન થિંગ ફર્સ્ટ…કૌશિક, યૂ આર અ વન્ડરફૂલ એન્ડ એન અમેઝિંગપાર્ટનર! રિયલી.હા, અને આ જ હું છેલ્લે પણ કહેવાની છું, એટલે હવે તારો પરસેવો લૂછ, અને એ શર્ટ ની બાંયથી તો નહિ જ…રૂમાલ હોય છે તારા ડાબા ખિસ્સામાં! હસવું આવ્યું ને!
તારું બાળપણ પણ બહુ જ ઇગ્નોરન્સ વાળું રહ્યું.જેમ જેમ આપણે વધારે ને વધારે નજીક આવતા ગયા, હું સમજતી ગઈ કે તારું આ વર્તન અમુક સંજોગોમાં એકદમ અજીબ કેમ બની જાય છે, આટલો મજબૂત, બુધ્ધિશાળી દેખાતો માણસ સાવ ખોટી, અનૈતિક કહેવાય એવી બાબતો કેમ ચલાવી લે છે? પોતે ખાનગીમાંપ્રોમિસ આપે ને પછી જાહેરમાં એકદમ પલટાઈ કેમ જાય છે? પોતે જે તર્ક માંધરાર માનતો નથી તેવી અતાર્કિક બાબતો પણ કેમ આવકારી લે છે? બધું જ અધૂરું કેમ રાખે છે તું? આવા અનેક પ્રશ્નોના મૂળ સુધી હું જવા લાગી, અને એના માટે તારા માટેનો મારો જ પ્રેમ જવાબદાર હતો, એવું નહિ…પણ મારા માટેનો તારો પ્રેમ પણ એટલો જ જવાબદાર હતો.
તું મારા માટે ઘણું બધું છે કૌશિક, આદરથી શરુ થયેલો આ સંબંધ પ્રેમ સુધી વિકસ્યો છે. એકલે હાથે તો ના જ પહોંચે ને? છેલ્લા ત્રણ દિવસથી તે મારાથી ભાગવાના સાફ દેખાય એવા પ્રયત્નો કર્યા, મારા પ્રશ્નો પર તારું નીકળી આવતું ફ્રસ્ટ્રેશન મારા ધ્યાન બહાર નહોતું, તારું ખોટું બોલવું, એ પણ કોઈ કારણ વગર! તું સાચું બોલી જ શક્યો હોત કૌશિક. તને યાદ છે આપણી મૈત્રીની શરૂઆતમાં આપણે એકમેક ને વચન આપેલું, અનાવૃત્ત રહી શકાય, જીવી શકાય એવો આપણો આ મૈત્રી સંબંધ આપણે રાખીશું. મેં તો પૂરું પાળ્યું ને કૌશિક? કદાચ એટલે પણ કેમકે હું સિક્રેટીવ રહી શકું એમ નથી, અને શું કામ રહું? તું તો પ્રાઇવેટ મિત્ર છે યાર…તારા થી પણ આવરણ રાખું તો મિત્રદ્રોહ ના ગણાય? અને આ દ્રોહ-બ્રોહ તો ઠીક પણ… લે કોઈ એક તો જગ્યા હોય ને ઓરીજીનલ રહેવાની. ચોવીસ કલાક કોણ મેક’પમાં રહે વળી?એની વે, હા તો આ ત્રણ દિવસમાં તે મને એવું પણ કહ્યું, કે “છોડી દે મને,જા જતી રહે ને તને કોણે રોકી છે?જીવવા દે, ત્રાસી ગયો છું તારા પ્રશ્નોથી…એક ને એક વાતથી..નથી થતું મારાથી…”
મારા સો-સો કોલ્સ તે ઇગ્નોર કર્યા, કટ કર્યા, તું ફોન એરોપ્લેન મોડ પર મૂકી દેતો, એટલે નેટવર્ક બહાર બતાવે. પાછું અન્ય કૉલ પર વ્યસ્ત આવે… સતત… તારા ઘરના લૅન્ડલાઇન થી લઈ તારી ઓફિસ સેક્રેટરી સુધી બધા જ નંબર પરથી તારા સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા મેં… મેં લિટરલી તને ટ્રેસ કર્યો છે પરમ દિવસે તો…અને મને ઘણું બધું દેખાઈ આવ્યું… જાણે વરસોથી હું જે જોવા નહોતી માંગતી એ બધું જ એકદમ સપાટી પર આવી ગયું… ઓહ! તુંજે બધુંમને કહેતો,સાવ એવું જ એમ નહિ, તોય એની લગોલગ કહેવાય એવી જ વાતો તું કેટલી બધી સાથે કરતો હતો યાર…..સાવ સફેદ ઝૂઠ!
કૌશિક, તું મારી સાથે બંધાઈ જ રહે, એવો દુરાગ્રહ તો મારો ક્યારેય નહોતો જ, હોઈ શકે પણ નહિ…કારણકે હું પોતે પણ એ રીતે ન જ રહું. પણ હા, મેં તને કેટલીયવારકીધુ હતું કેએવું હોય તો આપણે છૂટા પડી જઈએ સમજીને, પ્રેમથી… પૂરા આદર સાથે. મેં તને ચિક્કાર પ્રેમ કર્યો છે કૌશિક, તને પ્રેમ કરીને જાણે મે મારો નવો જન્મ જોયો છે,જાત ને ઉઘડતી જોઈ છે,મારું સ્ત્રીત્વ મારી જ સામે કેટલું મોહક બનીને ઉઘડ્યું છે આ પ્રેમમાં!
યાર, આપણે જેનું સ્થાપન, સિંચન આટલી જહેમત થી કરી હોય, એનું વિસર્જન પણ પ્રેમથી ન કરવું જોઈએ?એની વિદાયની પણ એક ગરિમા ન જાળવી શકીએ આપણે? અને આ તો પાંચ વર્ષનો સંબંધ, આદર થી મૈત્રી ને મૈત્રીથી પ્રેમ સુધીનો સંબંધ, તે પણ મારા માટે બહુ એફર્ટ્સ કર્યા જ છે,તું એક કરોડપતિ છોકરો, ત્રણ-ત્રણ ડ્રાઈવર ની સાહ્યબી વાળો માણસ, જ્યાં ત્યાં લોકો સાહેબ કહેતા મળી આવે, એ પર્સનાલિટી, અને તું એ પુસ્તકોનીમાર્કેટના સાંકડા રસ્તાઓ પર જલદી પહોંચાય એટલે એક ઓફિસ પ્યુન ની સ્કૂટર માંગીને દુકાને-દુકાને રખડ્યો છે. આ બધું કોઈ તારી આઇડેન્ટિટી માટે તો નહોતું જ ને! હું દૂધીનાથેપલાબનાવું અને તું જીદ કરીને પણ આવે,એ એક થેપલા માટે તું ભૂખ્યો તો નહિ જ રહેતો હોય ને કૌશિક, પણ તું અધિકાર જમાવતો, રસોડામાંઘૂસીનેફ્રીઝમાંથી બોટલ કાઢી પાણી પી લેતો… આ બધામાં હું તને આઝાદી ફીલ કરતાં જોતી, કૌશિક તું મારી સાથે હોય ત્યારે એકદમ નેચરલ રહી શકતો યાર… હું શરત મારીને કહું છું કે, આ ચાર વર્ષોમાં તે શ્વાસ તો તારા બંગલામાંય લીધો જ હોય પણ જીવ્યો તો તું મારા ઘરે જ છે! ઇમોશનલ થઈ જવાયું ને?તું રડી શકે છે,ઇટ્સઓકે…મને વળગીને પણ…!
મેં તને તારા સૌથી અદ્ભુત સ્વરૂપમાં જોયો છે,અને સૌથી કુરૂપ,ક્યારેય જોવાની ઈચ્છા ન થાય એવા સ્વરૂપમાં પણ! અનેક પળો એવી આવી કૌશિક કે જ્યાં તારા આ વિચિત્ર વર્તને બસ મારો જીવ લેવાનું જ બાકી રાખ્યું. તું ફરી પ્રોમિસ આપી મનાવી લેતો, હું ફરી માની લેતી,વિશ્વાસ કરતી… અને તું એ પ્રોમિસપાળવાનો સમય આવે એટલે એકદમ બદલાઈ જતો, હું પ્રશ્નો કરતી, તું ખોટા સાવ ખોટા ખુલાસાઓ આપતો…હું ઊંડે સુધી જતી, તું મારી બુધ્ધિનીતિક્ષ્ણતાથીઅકળાઈ જતો… બરાડા પાડતો, પોતાનાં માથાના વાળ ખેંચતો, દીવાલ સાથે માથું અફાળતો, પગ પછાડતો…મારો ખભો પકડી તું મારી પર પૂરા ઝનૂનથી તૂટી પડતો,તારી આંખોમાં ખુન્નસ ભરાઈ આવતું, એકદમ અજાણ્યા, ભયાનક,એકદમ ત્રાહિત લૂંટારા માં પલટાઈ જતો તું, હું એકદમ જ લાચારી અનુભવતી કૌશિક, ત્યારે પણ તને સમજવા કોશિશ કરતી. તને જ વળગી પડતી, ડૂસકે ચડી જતી, અને તું તરત જ તારા મોબાઈલ પર આવેલા કૉલ લઈ એકદમ સ્વસ્થ જવાબો આપી નીકળી જતો…મને એ જ અવસ્થામાં મૂકી ને…જાણે એનાથી તારે કોઈ સંબંધ જ ન હોય! મને સાચે જ ખૂબ અજીબ લાગતો તું આવા સમયે…હું જ તને કૉલ કરતી… તું સૉરી કહી દેતો…પછી લવ મેસેજીસ કરતો…ફરી મળી જતો…અને પાછું બધું સુંદર કરવામાં હું લાગી જતી.
કૌશિક!તારા અનેક સાથેના સુંવાળા કહેવાય એવા સંબંધો અને વાતચીત તારા ચૅટ-બૉક્સમાં મે સગ્ગી આંખે જોયા છે અને એ જોયા પછી પણ હું મૌન રહી છું, કારણકે મારા પ્રેમને હું જ કમજોર કઈ રીતે માની શકું?યાર ઈગોહર્ટ થાય મારો. મારા પહેલાં પણ અનેક સ્ત્રીઓ ને તું તારા જીવનમાં લાવ્યો છે,યસ એમાંથી એક પણ આવી છે એવું નથી કૌશિક, તું લાવ્યો છે એ બધાને, આયોજન પૂર્વક. હું તારા જીવનમાં છું કે હતી ત્યારે પણ…અને હવે પછીનું હું કોઈ જજમેંટ નથી આપતી, કારણ કે એ મારી ભૂમિકા નથી, અને હું તને તારી નજરમાં નીચું બતાવવા તો જરાય નથી માંગતી દોસ્ત. કેમકે તારા આ કેરેક્ટરિસ્ટક્સ ને જો હું મારા વ્યવસાય માં રહીને જોઉં તો તારો દોષ નથી કાઢતી. બસ તને સમજી છું,અને તને સપોર્ટ કરવા જ આ કાગળ પણ લખું છું. જેથી તું એ વિશ્વાસ સાથે જીવતો થાય કે બધું જાણીને પણ કોઈ તને એટલું જ પ્રેમ કરતું હતું.એટલે તું આ બધું જ હોશમાં રહીને વાંચજે. તું અંદરથી ભારે ઇનસિક્યોર રહે છે કૌશિક, તારી જાત હમેશા એક હુંફાળું અને સ્થિર ઇમોશનલસિક્યોરિટીશોધ્યા કરે છે, તને દરેક પર શંકા જન્મે છે, તું ખાલી બોલે છે કે તને લોકોની પડી નથી, પણ જરા શાંતિથી ચકાસજે, તું એક પણ સંબંધને સ્વીકારીશક્યો, તારા જીવનમાં આવેલી તમામ સ્ત્રીઓએ તને પોતાના પરિવારમાં સમાવી લીધો, તું એકને પણ તારા કહેવાતા પરિવારમાં લઈ જઈ શક્યો, તારા મિત્રોમાંગૌરવથી લઈ ગયો? તારા જીવનમાં એક પણ સ્ત્રી સહજ આકર્ષાઈ ને નથી આવી કૌશિક તું એ બધાને લાવ્યો છે, બુધ્ધિ અને પાવરનાબળથી, કેમકે તો જ એ તારાથી દબાયેલી રહી શકે અને આ તું જાણતો હતો. હું ખાતરી પૂર્વક એ બધી સ્ત્રીઓ તરફથી તને કહું છું કૌશિક,કે એ બધી સ્ત્રીઓએ તને મન,વચન અને કાયાથી પ્રેમ કર્યો છે, પણ તું જ ડરતો હતો, ઉઘાડા પડી જવાથી, એટલે તારી આ નબળાઈ ને લીધે જે પીડા મને થઈ, જે પ્રશ્નો કે ચિટિંગ મેં અનુભવ્યું એ અમારા બધા માટે જ કૉમનરહ્યું. કોઈ તને સંપૂર્ણ જાણી જશે,તો તને છોડી જ જશે, આ ડર તને ક્યાંય પૂરું નહોતું જીવવા દેતું, અને આ જ ડરે તને હમેશાતરસ્યો રાખ્યો…લોકોને તું કદાચ કેરેક્ટરલેસ લાગતો પણ હું જાણું છું કે તું એવો નથી જ,પણ જેમ કોઈ વિદ્યાર્થી ને દરેક પેન પર શંકા હોય એટલે એ જે સારી દેખાય એ બધી જ પેન ભેગી કરવા,કોઈ બીજું ના લઇ જાય એ રઘવાટમાંદોડતો હોય ને,કંઇક અંશે તારી સ્થિતિ એના જેવી છે. પણ એમાં તને સમર્પિત થયેલી પેનની અયોગ્યતા તો સાબિત નથી જ થતી ને?એની વફાદારી પણ ઓછી નથી થઈ જતી, કેમકે એ તો પૂર્ણ જ છે, તારી અપૂર્ણતા એને અપમાનિત થયાની પીડા આપે છે બસ!અને સાંભળડોબા, તું એ બધી પેનની કિંમત ચૂકવે છે, છતાંય સંતોષ નથી લઈ શકતો, અને તારા જેવા સક્ષમ પાસે આવીને પણ એ બધી એક ફડક સાથે તારી પાસે રહે છે, કે તું પાછી એને પૂરો ન્યાય આપ્યા પહેલા જ બીજી પાછળ દોડી જશે! અને સુખી તો તુંય નથી થઈ જતો,કૌશિક. શો અર્થ છે આનો?
કૌશિક, હજી એક વાત, મને ખબર છે કે તું નજીકની ઉત્તેજક પળો માં સ્ત્રી પાર્ટનરનેકલાઈમેક્સ સુધી સંતુષ્ટ નથી કરી શકતો, અને આ તું જાણે છે, તું રોમાન્સ કરવાની ઈચ્છા કરે છે, પ્રયત્નો પણ… પણ એ બધું પ્રયત્નપૂર્વક, એક જરૂરિયાતની જેમ,સહજ પ્રેમ અને ગૌરવના ભાવ સાથે નહિ, કેમકે એ તારામાં સહજ નથી…અને હું પણ આ સમજી છું, આપણી નજીક આવ્યાનીપળોમાં વારંવાર મેં આ અનુભવ્યું છે. અને મને આમાંથી તારી ઘણી તકલીફોનો ઉકેલ મળી ગયો. આ તારી ભીતરી કમજોરી છે,જેનાથી તું બહારથી તો વાઘનું મહોરું પહેરે છે પણ અંદરનું આ સસલું તારા લાખ પ્રયત્નો છતાં પણ ઘણીવાર સપાટી પર આવી જ જાય છે… તું સતત એક કોમ્પ્લેક્સ થી પીડાતોભાગ્યા જ કરે છે, બીજાથી નહિ તારી જાતથી જ… તું તારી જાતથી દબાયેલો રહે છે,તારી આ મોટાભાગની વિચિત્ર કહેવાય એવા નબળા વ્યવહાર પાછળની આ એક ઊંડી હકીકત છે. પણ ઈટ્સઓકે,આટલો છોભીલો નહિ પડ. આપણી વચ્ચે તો આ ક્યારેય મહત્વનું હતું જ નહી.અને કૌશિકડા, અહીંયા નજીક આવે તને એક જાહેર વાત ખાનગીમાં કહેવી છે.મારી દિકુડી તું છોકરી હોય કે છોકરો મને તું આટલો જ પ્રેમાળ લાગત યાર… યુ આર માય મિસિંગપીસ. લવ યુ અ લોટ…ચલ આ આંસુ લુછ… અને મને હમણાં જ તને વળગી પડવાનું અને બહુ બધી કિસ કરવાનું મન થાય છે યાર… પણ હું તને ફોન નહિ જ કરું એ નક્કી છે ડાર્લિંગ!
કૌશિક, પરફેક્ટ ન રહેવામાં જ તો મજા છે યાર…આપણને કોઈ બહુ જ ગમે…બહુ જ… એની સાથે આપણે કમ્પ્લીટફીલ કરીએ એનો અર્થ જ કે આપણામાં જે ખૂટે છે, એ સામેવાળી માં પૂરી રીતે છે, અને એટલે જ તો એના હોવાથી આપણે પોતે કુદરતી રીતે જ હળવા થઈ જઈએ છીએ, બિન્દાસ હેં ને?કૌશિક એ સંબંધ ને ગૌરવથીવધાવવાની હોય, એ હાથને પ્રેમથી પકડીએ ત્યારે એના ગાલોની ગુલાબી એની આંખો સુધી ક્યારેય ન પહોંચે એ પ્રોમિસ જાતને આપવાની જ હોય, અને પાળવાની પણ!
અને તું એ કરી જ શકે, હું જાઉં છું કૌશિક, આપણે એક મહિનાનો બ્રેક, આમ તો ઉપવાસ નક્કી કર્યો છે આ સંબંધમાં… જાતને સમજવા માટે, આપણી વચ્ચેની લાગણીઓનીઊંડાઈને માપવા અને પામવા માટે…એના પછી પણ તું આઝાદ છે પાછા ન આવવા માટે પણ!પરંતુ હું તને આ સાવ સાચું કહું છું, તને બાંધવા નહિ પણ આ સત્ય છે અને સુંદર પણ, અને ભલું થયું તો શિવ પણ… એટલે જ ફરી ફરી ને તને કહું છું, તારી સાથેનો સંબંધ મારા માટે હંમેશા જ સૌથી નજીકની મારી અંગત મૂડી રહેશે. જેને હું બાલ્કનીનાવરસતાવરસાદમાંફીલ કરીશ, કૉફીના સિપ સાથે અંદર સુધી એની હૂંફ લઈ જઈ શકીશ. યુ નો, હવે તારી સાથે જીવવા મને તને કૉલ કરવાની મજબૂરી નહિ હોય… તું મારી જ ભીતર છે, મારા જ પિટારા માં… હા કદાચ એવું બને કે તને પોતે પોતાને મળવા મારી પાસે ચાવી માંગવી પડે!
કૌશિક… યુ આર અ વન્ડરફૂલપર્સન, રિયલી…આઇ લવ્ડયુલાઈકએનીથીંગ માય ડાર્લીંગ, લવ યુ અ લોટ! એન્ડયસ, ઇટ્સઑકે ટુ બી ઇમ્પર્ફેક્ટ.
-તારીસંવેદનાઓ ને પૂરી રીતે જીવેલી,
અનિશા