આવો અમથા..- ભાવિક ગઢાદરા

આવો અમથા..

આવો ! અમથા યાદ કરીએ,

વીતેલા એ વંટોળને સાદ કરીયે.

જીવતરના આ સમંદરને ખૂંદતા,

તું હાર્યો હું જીત્યો એવો ખોટો વિવાદ કરીયે.

આવો! અમથા યાદ કરીએ.

કેટલું જીવ્યા, હજુ કેટલુંય જીવીશું,

થોડો સંગાથે સમય બરબાદ કરીયે.

આવો! અમથા યાદ કરીએ.

શું લાવ્યા’ને શું લઈ જવું છે ?

નકામી આ જિંદગીને આબાદ કરીયે.

આવો! અમથા યાદ કરીએ.

સંગમાં થોડું હસી લઈએ,ક્યાંક થોડું રડી લઈએ,

હાશકારો કરી અહીં જીવતરનો નાદ કરીયે.

આવો! અમથા યાદ કરીયે.

વર્ષોથી આવ્યા’ને વર્ષો વિતાવીશું,

સંગમાં રહી ‘સખી’ થોડો સંવાદ કરીયે.

આવો! અમથા યાદ કરીએ.

સખી….(ભાવિક ગઢાદરા)

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023