સાચુકલાં સપનાની વાત – વિરેન પંડ્યા (વિરલ)

સાચુકલાં સપનાની સાચુકલી વાત,

સૂરજનાં અંધારે ગાળેલી રાત !

રોમ રોમ મઘમઘતાં મોગરાઓ ફાલ્યાં,

ભાગી ભાગીને પછી ઝાંઝવાઓ ઝાલ્યાં;

ઝાંઝવાની કોરીક્ટ સૂકી ભીનાશ ! સૂરજનાંO

ધગધગતા અંગારે ધસમસતા હાલ્યા,

અજવાળા ભાળ્યા ને તાપ ના ભળાયા;

તડ તડ થઇ તૂટ્યા આ ખોટુંકલા શ્વાસ! સૂરજનાંO

                                                – વિરેન પંડ્યા `વિરલ’