રહેવા દે….
દરિયા ! તને તારું મુબારક,
મને મારી ઝૂંપડીનો રાજા રહેવા દે.
ના જોઈએ તારા વીશાળ કિનારા,
મને મારી નાનકડી ગલીઓમાં વહેવા દે.
દરિયા ! તને તારું…..
નથી મારી પેટાળમાં અઢળક ખજાના,
હસતા ખેલતા દુઃખો થોડા સહેવા દે.
દરિયા ! તને તારું…..
નથી થતા તારી જેમ ગર્જનાના નાદ,
મૌનથી કાલીઘેલી ભાષામાં થોડું કહેવા દે.
દરિયા ! તને તારું…..
ક્યાં જીવવાની અહીં અમર થઈને જિંદગી ?
બસ વધુ શુ કહેવું. અહીં આટલું રહેવા દે.
દરિયા ! તને તારું…..
– સખી….(ભાવિક ગઢાદરા)