આંખોને બંધ કરી શકો છો,
કાનને બંધ કરી શકો છો,
મુખ, નાક ને સ્પર્શ ને બંધ કરી શકો છો
પણ મનને?
મનને બંધ કરવા કોઈ તાળું નથી.
કારણ કે, મનનું આકાશ રાત્રે પણ કાળું નથી.
રોકી શકાય જળ ને, પવન પાણી અગ્નિ ને, કદાચ બારી બંધ કરો તો આકાશ ને પણ ઓરડામાં આવતું રોકી શકાય,
પણ ઈચ્છાઓ ને?
પ્રકાશ રઘુવંશી