કાવ્ય 3. જીવન : સાબિર હબીબાણી

જીવન…

ક્યારેક કઠણ સોંપારી જેવું,

તો … ક્યારેક કંકુ છાટણા કરતું,

ક્યારેય ખારાં નીર વ્હાવતું,

તો… ક્યારેક મીઠો વીરડો થાતું.

ક્યારેક આકરા તાપે સૂરજની સામે થાતું,

તો… ક્યારેક શીતળ સોમ શુ હ્રદયે વસતુ.

કયારેક કોરો કાગળ બની મોર પીંછને જંખે… 

વાંસલડીના સૂર સાંભળી મનડું મારું ડંખે…

ક્યારેક ટહુકે મોર બની મોભારે…

અટકી જાતુ વળી ક્યારેય ઉંબરના ઓવારે…