કાવ્ય: ૧. `નિશાની’ : ચૈતાલી ઠક્કર

રોજ 

સાફ કરું 

અરીસો 

કેટલાંય 

પાણીનાં 

છાંટા 

છાંટા….

પાણીને ક્યાં રંગ?

તોય 

સૂકાયેલો એનો રંગ

પાણીથી જ 

ઘસી ઘસીને 

ધોઉં….

પછી 

જોઉં 

કે 

હવે

નથી ને

ક્યાંય 

જળની  નિશાની?