ચાલને ચકલી આપણેય બાંધીએ અહીં માળો,
મલક આખોય ફરી વળ્યાં,ક્યાંય ન મળ્યો હુંફાળો.
માણસ આખો ખોતરી વળ્યાં ના કર એનો ચાળો,
સે’લા થોડાછે દરિયા તોલવા,નય મળે એનો તાળો.
ભરી ભરી ને આપ્યું સુખ,દુઃખનો રહ્યો વારો,
દુનિયા આખી થઈ નવરંગી કાગડો રહ્યો કાળો.
પૃથ્વી માપીનદિયું માપી માપ્યો ડુંગર ગાળો,
વધ્યું એકલું આભ એમાં ક્યાં કરવો સરવાળો.
યાદ કરીશું જીવતર,`સખી’ જીવ્યા સમય સારો,
સહુનું ઘર છે જગત સહિયારું, શુ હોય વારો તારો.